શ્રી મહાત્મા ગાંધીજી અતીથી ગૃહ ની શરૂઆત અને ઉદભવ વિશે ની રસપ્રદ માહિતી.

શ્રી મહાત્મા ગાંધીજી અતીથી ગૃહ

જગવંદ્ય મહાત્મા ગાંધીજી નું તારીખ ૩૦-૦૧-૧૯૪૮ ના રોજ અત્યંત દુઃખદ અવસાન થયું તે માટે શોક પ્રદર્શિત કરવા માટે કુંડલા ના પ્રજા જનો ની એક જાહેર સભા માં તારીખ - ૩૦-૦૧-૧૯૪૮ ના રોજ કુંડલા ખાતે મળી હતી. તે મીટીંગ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રત્યે પોતાના યત કિંચિત્ ઋણ સ્વીકાર તરીકે આને સાવરકુંડલા માં તેઓશ્રી નું કાયમ માટે સ્મારક રહે તેવી ભાવના થી મહાત્મા ગાંધીજી ના નામ ની ધર્મશાળાના નામ થી એક સ્મારક કરવા ઠરાવ કરવા માં આવ્યો હતો. અને આ રીતે સ્મારક ની યોજના કરવાનું અને તેને અમલ માં મૂકવાનું કાર્ય કુંડલા ની પ્રજા ના મંડળ ને સોંપવા માં આવી હતી.
તેથી પોતે કરેલા યોજના મુજબ આ ટ્રસ્ટ જાહેર કરવા માટે કુંડલા પ્રજા મંડળ છે તેની સામાન્ય સભા માં તેની કારોબારી માં
તારીખ - 26-02-1949 ના રોજ ઠરાવ્યું છે આ મીટીંગ માં આ ટ્રસ્ટ માટે નો મુદ્દો રજૂ કરવા માં આવ્યો હતો અને મંજૂર કરવા માં આવ્યો હતો.
અને ત્યાર બાદ સર્વાનુમત દ્વારા કુંડલા પ્રજા જનો અને ટ્રસ્ટ દ્વારા શ્રી મહાત્મા ગાંધી ધર્મશાળા નામ રાખવા માં આવ્યું હતું.

આ ટ્રસ્ટ ના હિતાધિકરીઓ કુંડલા શહેર તથા મહાલ ના તમામ પ્રજાને તથા કુંડલામાં આવતા તમામ પથિક યાત્રિકો અને મુસાફરો છે અને નાત, જાત, રંગ, ધર્મ, વર્ગ, કે જાતિના કશા ભેદભાવ વગર સાર્વજનિક રીતે તમામ હિતાધિકારીઓ ને આ ટ્રસ્ટ નો લાભ આપવા માં આવશે.
આ ધર્મશાળા ની હદ માં કોઈ પણ વ્યક્તિ , ઉતારું , કે રહેનાર , માંસ, મદિરા (દારૂ) , કે કોઈ પણ કેફી પીણા નો ઉપયોગ કરી શકશે નહિ.
આ ટ્રસ્ટ મુજબ અમલ કરવા માટે તેની મિલકતો નો વહીવટ, કરવા માટે નીચે, મુજબ ના ટ્રસ્ટી ઓ તરીકે પાંચ વર્ષ માટે પસંદ કરવા માં અને નિમવા માં આવ્યા છે. પ્રજા મંડળ પાસેનું નું આ ટ્રસ્ટ માટે નું ભંડોળ, પ્રજા મંડળ વતી, ટ્રસ્ટી ઓ ને સોંપવા માં આવેલું હતું.
આ મુજબ ટ્રસ્ટી ઓ ને નામ ની યાદી નીચે મુજબ હતી.

  • 1. શ્રી. જગજીવનદાસ બાવચંદભાઈ દોશી, સાવરકુંડલા
  • 2. શ્રી. છગનલાલ હિરચંદભાઈ સંઘવી, સાવારકુંડલા
  • 3. શ્રી. શેઠ લાલુભાઇ મોટોચંદભાઈ, સાવકુંડલા
  • 4. શ્રી. અમૃતલાલ શામજી ગાંધી વકીલ, સાવકુંડલા
  • 5. શ્રી. પટેલ મેઘજીભાઈ રામજીભાઈ, સાવકુંડલા

સાવકુંડલા માં પૂજ્ય બાપુજી નું એટલે મહાત્મા ગાંધીજી નું નામ કાયમ માટે જોડી એક સાર્વજનિક ધર્મશાળા કરવી તેમ જ ધર્મશાળા નું મકાન કરવું તથા કુંડલા માટે તેને અનુરૂપ થાય તેવું વ્યાખ્યાન ગૃહ તેમાં કરવું અને આ ધર્મશાળા હંમેશા સાર્વજનિક રહેશે.

પૂજ્ય મહાત્મા ગાંધીજી ની યાદગીરી હર હંમેશ રહે અને તેમની મુર્તિ પ્રકૃતિ નું કાયમ માટે દર્શન થાય તેવી ગાંધી મંદિર ની યોજના કરવી અને તે માટે પણ ધર્મશાળા ના મકાન ને ઉપયોગ માં લેવું...

પૂજ્ય મહાત્મા ગાંધીજી ના આદર્શ અને ઉદ્દેશો અને વિચારો નો પ્રચાર કરવો અને એક સાર્વજનિક પુસ્તકાલય પણ રાખવું જેમાં એમના પુસ્તકો , વિચારો ને અનુરૂપ સાહિત્ય રાખવું અને એમના સૂત્રો અને વિચારો ધર્મશાળા ની દીવાલો પર લખવા જેથી આવનાર યાત્રિક એમને અનુસરી શકે.

આ ટ્રસ્ટ નું કામકાજ કરવા માટે કુંડલા ના પ્રજા ના ઉપરોક્ત મીટીંગ ના ઠરાવ અન્વયે નીચેના ગૃહસ્થો ની એક વ્યવસ્થાપક સમિતિ રચવા માં આવી જે ૨ વર્ષ માટે કામ કરશે

ત્યાર બાદ આ ટ્રસ્ટી ના મતાધિકાર સામાન્ય સભ્યો ની સામાન્ય સભા દર ૩ વર્ષે માટે ટ્રસ્ટી ઓ સિવાય ૧૧ સભ્યો ની વ્યાવસ્થાપક સમિતિ મત ગણત્રી થી ચૂંટી કાઢેલી અને

હાલ ની વ્યવસ્થાપક સમિતિ ના સભ્યો નીચે મુજબ છે

  • 1. શ્રી. શામળદાસ વીરચંદ ગાંધી
  • 2. શ્રી. અમુલખભાઇ કુ. ખીમાણી
  • 3. શ્રી. પરમાનંદ પોપટલાલ રવાણી
  • 4. શ્રી. દામોદરદાસ છગનલાલ વકીલ
  • 5. શ્રી. મહેતા ભગવાનજી દુર્લભજી
  • 6. શ્રી. પ્રાણજીવન હંસરાજ ઠક્કર
  • 7. શ્રી. છબીલદાસ જમનાદાસ ગાંધી
  • 8. શ્રી. નાથુભાઈ પાલાભાઇ પટેલ
  • 9. શ્રી. શામજી કાનજી લાતિવાળા
  • 10. શ્રી. ઈશ્વરલાલ ચુનીલાલ સરૈયા
  • 11. શ્રી. વીરજી ગોપાલજી સંઘવી - તથા મ્યું. ના પ્રમુખ.

Go To Top